લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી

  • લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી
    લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી

લંડનઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (hardik pandya) પીઠની સર્જરી થઈ છે. આ સર્જરી બાદના તમામ અપડેટ્સ તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. આ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ (nita ambani) તેની સાથે મુલાકાત કરી અને તેના હાલ-ચાલ જાણ્યા હતા.  હાર્દિક પંડ્યાએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે. તેણે નીતા અંબાણી પ્રત્યે આભાર વ્યક્ત કરતા લખ્યું છે- લંડનમા મને મળવા માટે આભાર ભાભી. તમારી શુભકામનાઓ અને ઉત્સાહવર્ધક શબ્દોનું મારા માટે ખુબ મહત્વ છે. તમે હંમેશા પ્રેરણા રહ્યાં છો.