પ.બંગાળ: RSS કાર્યકર તેમની ગર્ભવતી પત્ની અને 6 વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા, લોકોમાં આક્રોશ

  • પ.બંગાળ: RSS કાર્યકર તેમની ગર્ભવતી પત્ની અને 6 વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા, લોકોમાં આક્રોશ
    પ.બંગાળ: RSS કાર્યકર તેમની ગર્ભવતી પત્ની અને 6 વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા, લોકોમાં આક્રોશ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ પત્ની અને 6 વર્ષના બાળકની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. વ્યવસાયે શાળાના શિક્ષક બંધુ પ્રકાશ પાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતાં. પોલીસે હત્યાનો મામલો નોંધની તપાસ શરૂ કરી દીધી છે.  બુધવારે મુર્શિદાબાદના જિયાગંજ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય બંધુ પ્રકાશ પાલ અને તેમના પત્ની બ્યુટી પાલ તથા 6 વર્ષના પુત્ર આનંદપાલના મૃતદેહો મળી આવ્યાં હતાં. ત્રણેયની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. બ્યુટી પાલ ગર્ભવતી હતાં.