પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન

  • પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન
    પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન

ગુરદર્શનસિંહ સંધુ, ફિરોઝપુર: ભારત પાકિસ્તાન ઝીરો લાઈન નજીક ફિરોઝપુરની હુસૈનીવાલા  બોર્ડર નજીક ગત રાતે ફરીથી સતત ત્રીજી રાતે પણ પાકિસ્તાન તરફથી આવેલા બે ડ્રોન સરહદી ગામ હજારા સિંહવાલા ઉપર ઉડતા જોવા મળ્યાં. પાકિસ્તાન તરફથી સતત આવી રહેલા આ ડ્રોન જ્યાં એક બાજુ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે ત્યાં ગામના લોકોમાં પણ ડરનો માહોલ બનેલો છે. ગ્રામીણોનું કહેવું છે કે આ ડ્રોન તેમના ગામની ઉપર સુધી જોવા મળ્યાં જ્યારે ત્યારબાદ ફિરોઝપુર તરફ જોતા જોયા અને આંખથી દૂર થઈ ગયાં. આમ તો સરહદ પારથી આવતા આ  ડ્રોનને લઈને બીએસએફ અને સેના તથા પોલીસ દ્વારા સર્ચ અભિયાન છેલ્લા બે દિવસોથી ચાલુ છે, એ અલગ વાત છે કે સુરક્ષા દળોને હજુ આ મામલે કોઈ સફળતા મળી નથી.