દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ

  • દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ
    દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ

નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા શું ઉખડવા માંડ્યા છે? આ સવાલ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ સતત ઉઠી રહ્યાં છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ બુદ્ધિજીવી વર્ગ કોઈ પણ ખચકાટ વગર આ સવાલનો જવાબ હામાં આપી રહ્યાં છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને બાદ કરતા વર્ષ 2014 બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને બહુ ભાગ્યે જશ્ન મનાવવાની તક મળી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની એવી દુર્ગતિ થઈ કે રાહુલ ગાંધી પોતે અમેઠીમાંથી ચૂંટણી હાર્યાં. હવે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સામે લડવાની જગ્યાએ અંદરોઅંદર લડી રહ્યાં છે. હરિયાણામાં અશોક તંવર જેવા કદાવર નેતાએ ચૂંટણી સમયે જ પાર્ટી છોડી દીધી, આ બાજુ મહારાષ્ટ્રમાં સંજય નિરૂપમ જેવા નેતાએ પ્રચાર કરવાની ના પાડી દીધી છે. આ બધા વચ્ચે મીડિયામાં સતત અહેવાલો છે કે કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ  ગઈ છે. એક રાહુલની કોંગ્રેસ અને બીજી સોનિયાની કોંગ્રેસ. એટલે સ્પષ્ટ છે કે પાર્ટીમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.  આ બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે રાહુલે અધ્યક્ષ પદ પર રહેવું જોઈતું હતું. ખુર્શીદે કહ્યું કે અમારો આગ્રહ હોવા છતાં રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધુ. અનેક લોકોએ તેમને અધ્યક્ષ પદે રહેવાનો આગ્રહ કર્યો પરંતુ તેમણે પદ છોડી દીધુ. તે તેમને નિર્ણય હતો અને આપણે તેનો આદર કરવો જોઈએ. અત્રે તમને જણાવવાનું કે લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. છેલ્લા ચાર માસમાં કોંગ્રેસ કોઈ નવા અધ્યક્ષને શોધી શકી નથી. મજબુરીમાં સોનિયા ગાંધીએ જ પાર્ટીની કમાન સંભાળી છે. જાણકારો માને છે કે કોંગ્રેસ  દુર્ગતિના દોરમાં છે. આવામાં દેશના મતદારોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે આ પાર્ટી આ સ્તરે કઈ રીતે  પહોંચી. આવો આપણે તેને વિસ્તૃત રીતે જાણીએ.