સીરિયામાં તુર્કીની એરસ્ટ્રાઇક, ભારતે કહ્યું સંયમ વર્તીને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન જરૂરી

  • સીરિયામાં તુર્કીની એરસ્ટ્રાઇક, ભારતે કહ્યું સંયમ વર્તીને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન જરૂરી
    સીરિયામાં તુર્કીની એરસ્ટ્રાઇક, ભારતે કહ્યું સંયમ વર્તીને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન જરૂરી

નવી દિલ્હી : અમેરિકામાંથી સેના હટાવવાનાં નિર્ણયની તુરંત બાદ પાડોશી દેશે તુર્કીએ સીરિયા પર એર સ્ટ્રાઇક કરવાનું ચાલુ કરી દીધું છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોનાં પણ મોત થઇ રહ્યા છે. જો કે તુર્કીનો દાવો છે કે તે કુર્દ દળ અને આઇએસઆઇએસનાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તુર્કી કુર્દ દળોને પણ આતંકવાદી જ ગણે છે. બીજી તરફ તુર્કીની એકતરફી કાર્યવાહી સામે ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે અપીલ કરી છે કે તે સીરિયાની ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન કરે.


વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સીરિયા પર તુર્કી દ્વારા કરવામાં આવી રહેલી એકતરફી કાર્યવાહી પર ઉંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. તુર્કીનું આ પગલું ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રવૃતીને નબળી પાડી રહ્યું છે. આ પગલાથી માનવીય સંકટ પેદા થવાની શક્યતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે તુર્કીને અપીલ કરીએ છીએ કે તેઓ સીરિયાની એકતા અને અખંડીતતાનું સન્માન કરે અને સંયમ વર્તે. વાતચીત અને ચર્ચાનાં માધ્યમથી શાંતિપુર્ણ ઉકેલ આવી શકે છે.