કાશ્મીર મામલે ચંચૂપાત કરતુ ચીન ઉઈગર મુસ્લિમો મુદ્દે જબરદસ્ત ભીંસમા, હવે લાગ્યો નવો આરોપ

  • કાશ્મીર મામલે ચંચૂપાત કરતુ ચીન ઉઈગર મુસ્લિમો મુદ્દે જબરદસ્ત ભીંસમા, હવે લાગ્યો નવો આરોપ
    કાશ્મીર મામલે ચંચૂપાત કરતુ ચીન ઉઈગર મુસ્લિમો મુદ્દે જબરદસ્ત ભીંસમા, હવે લાગ્યો નવો આરોપ

બેઈજિંગ: ચીન એકબાજુ  એવી દલીલો કરી રહ્યું છે કે તેના દેશમાં ઉઈગર મુસ્લિમો વિરુદ્ધ માનવાધિકાર ભંગની કોઈ ઘટનાઓ ઘટી રહી નથી જ્યારે હકીકત એ છે કે ચીન ઉઈગરોના ઈતિહાસ, તેમની ઓળખ મીટાવવા પર ઉતરી આવ્યું છે. લાખો ઉઈગરોને બંધક બનાવી રાખ્યા બાદ હવે તે તેમના કબ્રસ્તાનોને તબાહ કરી રહ્યું છે. જેથી કરીને તે તેમને તેમના ઈતિહાસ અને પૂર્વજોથી દૂર કરી શકે. અત્રે જણાવવાનું કે આ જાણકારી એવા સમયે આવી રહી છે જ્યારે ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે ચીન અને અમેરિકામાં તણાવ છે. અમેરિકાએ તો ચીનને સ્પષ્ટપણે કહી દીધુ છે કે જ્યાં સુધી તે ઉઈગર મુસ્લિમોનું દમન બંધ નહીં કરે ત્યાં સુધી તેના અધિકારીઓને વિઝા મળશે નહીં.  એએફપીના એક રિપોર્ટ મુજબ ચીન પ્રશાસન શિંઝિયાંગમાં કબ્રસ્તાન નષ્ટ કરી રહ્યું છે. અહીં ઉઈગર મુસ્લિમોને અનેક પેઢીઓ દફન છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માનવ અસ્થિઓ, અને કબરના તૂટેલા ફૂટેલા હિસ્સા વિખરાયેલા જોવા મળે છે. બે વર્ષ પહેલા જ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં તેમના ડઝન જેટલા  કબ્રસ્તાન તોડી પાડવામાં આવ્યાં હતાં. શાયર કાઉન્ટીમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર માનવ હાડકા જોવા મળ્યાં. આ અંગે જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કબરને તોડાઈ રહી નથી પરંતુ તેમનું સ્ટાન્ડર્ડાઈઝેશન થઈ રહ્યું છે. આ બાજુ ચીનથી બહાર રહેતા ઉઈગરોનો આરોપ છે કે આ બધુ તેમના જીવન પર સંપૂર્ણ નિયંત્રણ કરવાની કોશિશ છે.