ઉર્વશી રૌતેલાએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ, ઝૂમી ઉઠ્યા દર્શકો

  • ઉર્વશી રૌતેલાએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ, ઝૂમી ઉઠ્યા દર્શકો
    ઉર્વશી રૌતેલાએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ, ઝૂમી ઉઠ્યા દર્શકો

નવી દિલ્હી: અભિનેત્રી, મોડલ અને ડાન્સર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના ડાન્સનો જાદૂ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પોતાના જ ગીત પર સ્ટેજ પરર્ફોમન્સ આપશી ઉર્વશીનો એક વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે આ વારંવાર જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશીનો કંઇક એવો જાદૂ જોવા મળી રહ્યો છે કે ઓડિયન્સ પણ ઝૂમતી જોવા મળી રહી છે.   

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના આ વીડિયોને ઇસ્ટાગ્રામ પર 5 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. શિમરી બ્લેક અને ગ્રે કલરના ડ્રેસમાં ઉર્વશીનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. તો બીજી તરફ તેમની દરેક અદા પર લોકો ખૂબ એનર્જેટિક રીતે રિએક્ટ કરી રહ્યા છે. જુઓ આ વીડિયો...