'83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ

  • '83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ
    '83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ

નવી દિલ્હી: ફિલ્મ '83'નું શૂટિંગ પુરૂ થયા બાદ અભિનેતા સાકિબ સલીમે કહ્યું કે ફિલ્મની પુરી ટીમે સાથે કહાણીમાં ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો. '83' ભારતના 1983માં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની કહાની છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં છે. 

સાકિબ તેમાં મોહિંદર અમરનાથના પાત્રમાં જોવા મળશે. ઇગ્લેંડન ઘણા સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ અંતિમ શેડ્યૂલ મુંબઇમાં શૂટ કરવામાં આવ્યું અને સોમવારે તેનું શૂટિંગ પુરું થઇ ગયું. સાકિબે કહ્યું કે 'કોઇપણ ફિલ્મનું અંતિમ દિવસનું શૂટિંગ ખૂબ જ ભાવનાત્મક હોય છે પરંતુ '83'ની વાત કરું તો ભાવુક કહેવું તેના રજૂ કરવા માટે નાનો શબ્દ હશે કે હું કેવું અનુભવી રહ્યો છું.