INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી

  • INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી
    INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓપનિંગ બેસ્ટમેન મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી સદી ફટકારી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પૂણેમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. મયંક અગ્રવાલ (Mayank Agarwal)ની આ ટેસ્ટ કરિયરની બીજી સદી છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ડબ્બલ સેન્ચુરી ફટકારી હતી.   ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયા(Team India)એ પ્લેઇંગ ઇલેવનમાં માત્ર એક જ બદલાવ કર્યો છે. જેમાં હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને પ્લઇંગ ઇલેવનમાં જગ્યા આપવામાં આવી છે. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ એક બદલાવ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા(South Africa)એ ડેન પિટની જગ્યાએ એનરિક નોર્ટજેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. આ તેની પ્રથમ ટેસ્ટ મેચ છે.