50 ટેસ્ટમાં આગેવાની કરનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો વિરાટ કોહલી

  • 50 ટેસ્ટમાં આગેવાની કરનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો વિરાટ કોહલી
    50 ટેસ્ટમાં આગેવાની કરનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો વિરાટ કોહલી

પુણેઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગુરૂવારે પુણેના મેદાન પર ટોસ માટે પહોંચ્યો તો તેણે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી હવે ભારતનો બીજો એવો કેપ્ટન બની ગયો છે, જેણે 50 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. વિરાટ પહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોની જ એકમાત્ર એવો કેપ્ટન રહ્યો, જેણે 50થી વધુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરી હતી.  કેપ્ટન તરીકે અડધી સદી બનાવનાર કોહલી વિશ્વનો 14મો અને બીજો ભારતીય કેપ્ટન છે. આ ટેસ્ટ મેચ પહેલા વિરાટ ભારતીય કેપ્ટનોની યાદીમાં સૌરવ ગાંગુલીની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર હતો. 49 ટેસ્ટમાં ભારતની આગેવાની કરનાર સૌરવ ગાંગુલી (2000-2005) હવે ત્રીજા સ્થાન પર આવી ગયો છે. એમએસ ધોની (2008-2014)એ 60 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી અને તે આજે પણ સૌથી વધુ ટેસ્ટમાં ભારતની કમાન સંભાળનાર કેપ્ટન છે.  વિરાટ કોહલીએ વર્ષ 2014મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. આ સિરીઝમાં એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને પછી પૂર્ણ રૂપથી ભારતીય ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી.