આજે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રેખાનો જન્મદિવસ

  • આજે  બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રેખાનો જન્મદિવસ
    આજે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રેખાનો જન્મદિવસ

મુંબઈઃ આજે બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. પીઢ અભિનેત્રી રેખાએ તેની સુંદરતા એટલી જાળવી છે કે તે આજે પણ એકદમ 'યુવાન' જ લાગે છે. તેમણે વર્ષ 1970માં ફિલ્મ 'સાવન ભાદો' સાથે પદાર્પણ કર્યું હતું અને પછી દાયકાઓ સુધી વિવિધ ફિલ્મોમાં અભિનય આપીને પોતાની અમીટ છાપ છોડી છે. રેખાના જન્મદિવસે તેના ઓનસ્ક્રીન સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સિસ પર નજર નાખીએ....

ઝોહરા બાઈ...
વર્ષ 1987ની સુપરહીટ ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'માં રેખાની ઝોહરાબાઈની ભૂમિકાને કોઈ ભુલી શકે એમ નથી. તેણે એક એવી મહિલાનું પાત્ર ભજવ્યું હતું જે સિકન્દર(અમિતાભ બચ્ચન)ને એકતરફી પ્રેમ કરતી હોય છે. આ ભૂમિકાએ રેખાની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો.