રિલીઝ થયું નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાત ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર, જાહેર થઈ રિલીઝની તારીખ

  • રિલીઝ થયું નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાત ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર, જાહેર થઈ રિલીઝની તારીખ
    રિલીઝ થયું નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાત ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર, જાહેર થઈ રિલીઝની તારીખ

મુંબઇ : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી હતી. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.  હેલ્લારો એટલે મોજું અને આ ફિલ્મ પોતાના વાર્તાના મોજામાં નેશનલ એવોર્ડ તાણીને લાવી છે. લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. તેમની આ ફિલ્મને ‘હેલ્લારો’ની કથા 1975ના સમયગાળાના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે ‘હેલ્લારો’ સર્જાય છે ! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે.