રાજકોટઃ આજી GIDC માં કેમિકલ ફેકટરીમાં વિશાળ આગ, 10 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે,ચીફ ફાયર ઓફિસર સહિત માં ૭ લોકો દાઝયા

  • રાજકોટઃ આજી GIDC માં કેમિકલ ફેકટરીમાં વિશાળ આગ, 10 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે,ચીફ ફાયર ઓફિસર સહિત માં ૭ લોકો દાઝયા
    રાજકોટઃ આજી GIDC માં કેમિકલ ફેકટરીમાં વિશાળ આગ, 10 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે,ચીફ ફાયર ઓફિસર સહિત માં ૭ લોકો દાઝયા

રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ ૭ ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર, આજી જીઆઈડીસીમાં આવેલી કલરની નેપથા નામની કંપનીમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર ફાઈટર્સની ટીમ દોડતી થઈ હતી. કંપનીમાં પાર્ક કરેલ ટેન્કરની અંદર સૌથી પહેલા આગ લાગી હતી, અને આ આગ જોતજોતામાં સમગ્ર ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગની ઝપેટમાં ટ્રક તથા કાર આવી હતી, જે બળીને ખાખ થઈ ગયા હતા. આગને બૂઝવવા માટે ફાયર ફાઈટરના 8 ગાડીઓ જીઆઈડીસી પહોંચી ગઈ હતી. ભારે મથામણ બાદ અને પાણીના સતત મારા બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.