તમારા EPF ખાતામાં વ્યાજના કેટલા રૂપિયા? આ પ્રકારે ઘરે બેઠા કરો ચેક

  • તમારા EPF ખાતામાં વ્યાજના કેટલા રૂપિયા? આ પ્રકારે ઘરે બેઠા કરો ચેક
    તમારા EPF ખાતામાં વ્યાજના કેટલા રૂપિયા? આ પ્રકારે ઘરે બેઠા કરો ચેક

નવી દિલ્હી: જો તમારું પણ પીએએફ એકાઉન્ટ (PF Account) છે તો આ સમાચાર તમારા માટે કામના છે. જી હાં સરકારે થોડા દિવસો પહેલાં 2018-19 માટે વ્યાજ દરમાં વધારો કરી 8.65 ટકા કરવાની જાહેરાત કરી હતી.  હવે 6 કરોડ EPF ખાતાધારકોના ખાતમાં ટૂંક સમયમાં વ્યાજ રકમ પહોંચવાની છે. તેના નાણા મંત્રાલય દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. ઇપીફઓ દ્વારા પીએફ એકાઉન્ટમાં કુલ 5400 કરોડ રૂપિયા નાખવામાં આવશે.  

દરેક પીએફ એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં વ્યાજના પૈસા મોકલવામાં આવશે. પરંતુ તમે પણ વિચારી રહ્યા છો કે તમારા એકાઉન્ટમાં વ્યાજના કેટલા પૈસા આવ્યા છે. તો તેના માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઓનલાઇન એકદમ સરળ રીત જેના દ્વારા તમે પણ તમારા પીએમ ખાતાના બેલેન્સને ચેક કરી શકો છો.