કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ

  • કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ
    કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ

મુંબઈઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરૂવારે જણાવ્યું કે, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના કરોડોના કૌભાંડ સાથે ભારત સરકારને કોઈ લેવા-દેવા નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, પીએમસી બેન્કના કૌભાંડ બાબતે જે કોઈ પગલાં ભરવાના હશે તે દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા લેવામાં આવશે. આ સાથે જ સંસદના શિયાળુ સત્રમાં કો-ઓપરેટિવ બેન્કો સંબંધિત નિયમોમાં ફેરફાર સંબંધિત એક ખરડો પણ સરકાર લાવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, "પીએમસી બેન્કના કૌભાંડમાં ભારતના નાણા મંત્રાલય દ્વારા કોઈ પગલાં લેવાશે નહીં, કેમ કે આરબીઆઈ નિયામક સંસ્થા છે. તેમ છતાં, મારા પક્ષે મેં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવોને આ સમગ્ર કેસનો વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું છે."