એચડીએફસીએ લોન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’, 1000થી વધુ બ્રાન્ડ્સ પર મળશે 100થી વધુ ઑફર્સ

  • એચડીએફસીએ લોન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’, 1000થી વધુ બ્રાન્ડ્સ પર મળશે 100થી વધુ ઑફર્સ
    એચડીએફસીએ લોન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’, 1000થી વધુ બ્રાન્ડ્સ પર મળશે 100થી વધુ ઑફર્સ

લખનઉ: એચડીએફસી બેંકએ આજે તેની ફેસ્ટિવ ઑફર્સને ભારતના અત્યંત અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડી હતી. તેણે આજે ભારતના સૌથી મોટી ફાઇનાન્શિયલ સર્વિસ ધમાકા ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’નો ગ્રામ્ય તબક્કો લૉન્ચ કર્યો હતો, જેમાં દરેક ભારતીય માટે એક ઑફર છે. ત્રણ મહિના ચાલનાર આ ફેસ્ટિવ ટ્રીટ અભિયાન લૉન મેળવવા માંગતા નાના વેપારીથી માંડીને નવું ટેલિવિઝન ખરીદવા માંગતા પરિવાર સુધીના સૌ કોઇના સપનાંઓને સાકાર કરશે.

ભારત સરકારના કૉમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)માં પ્રવેશ મેળવનારા 1.2 લાખ વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ (વીએલઈ)ના વ્યાપક નેટવર્ક મારફતે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો ખાસ કરીને તેમના માટે તૈયાર કરવામાં આવેલી ઑફરોને પ્રાપ્ત કરી શકે છે. તેઓ બેંકિંગથી માંડીને બચત ખાતા સુધીની તમામ પ્રોડક્ટ્સ પર વિશેષ ઑફરો તેમજ 1000થી વધુ બ્રાન્ડ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મેળવશે.