ખુશખબર : Jio ની મહત્વની જાહેરાત, યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા

  • ખુશખબર : Jio ની મહત્વની જાહેરાત, યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા
    ખુશખબર : Jio ની મહત્વની જાહેરાત, યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા

અમદાવાદ : Reliance Jio એ પોતાનાં કસ્ટમર્સને નોન જિયો કોલિંગ પર પૈસા લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ અત્યાર સુધી લોકોને કન્ફ્યુઝન હતી કે તે કઇ રીતે લાગુ  થશે. રિલાયન્સ જિયોનું એક સ્ટેટમેંટ આવ્યું છે ત્યાર બાદ હવે લોકોને આ મહત્વપુર્ણ સવાલનો જવાબ મળી ચુક્યો છે. રિલાયન્સ જીયોએ કહ્યું કે, જે કસ્ટમર્સે 9 ઓક્ટોબર પહેલા પોતાનાં નંબર પર રિચાર્જ કર્યું હતું તે નોન યુઝર્સને પણ ફ્રી કોલિંગ કરી શકશે. પરંતુ જેમ કે આ પ્લાન એક્સપાયર થશે તમને નોન જિયો કોલિંગ માટે પૈસા ચુકવવા પડશે.
Reliance Jio એ એક ટ્વીટ કર્યું છે. તેમાં કંપનીએ કહ્યું કે, જો તમે 9 ઓક્ટોબર અથવા તે અગાઉ રિચાર્જ કરાવ્યું છે તો તમે ફ્રી કોલ કરી શકશો. (નોન જિયો કસ્ટમર્સને)ને પણ. જ્યા સુધી તમારો પ્લાન એક્સપાયર નથી થઇ જતું. રિલાયન્સ જીયોનાં સૌથી પોપ્યુલર પ્લાનની વેલિડિટી 84 દિવસ માટેની છે. જો કે કેટલાક પેક્સ એક વર્ષની વેલિડિટી વાળાછે, તો શું તમે એક વર્ષ સુધી નોન જીયો કસ્ટમર્સ પર કોલિંગનાં પૈસા નહી આપવા પડે ?