રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે નવા VVIP પ્લેન: ઘાતક મિસાઇલ લગાવાશે

  • રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે નવા VVIP પ્લેન: ઘાતક મિસાઇલ લગાવાશે
    રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે નવા VVIP પ્લેન: ઘાતક મિસાઇલ લગાવાશે

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનાં વિમાનમાં હવે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લાગશે. આ વિમાનોને એર ઇન્ડિયાનાં પાયલોટ નહી પરંતુ વાયુસેનાના પાયલોટ ઉડાવશે. સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયા ભારતીય વાયુસેના (IAF)ના પાયલોટને નવા બોઇંગ 777 ઉડ્યન માટેની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેનદ્ર મોદી સહિત દેશની ટૉપ લીડરશિપ જુલાઇ 2020થી બી 777 વિમાનથી જ યાત્રા કરશે.


અમેરિકી પ્લાંટમાં તૈયાર થઇ રહેલ અમેરિકી બી777 વિમાન લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર્સ મેજર્સ (LAIRCM) અને સેલ્ફ પ્રોટેક્શન સૂઇટ્સથી લેસ થશે. આ વિમાન જુલાઇ 2020માં ભારત આવી જશે. એવું પહેલીવાર થશે જ્યારે ટોપ ડિગ્નિટરીઝને લાવવા લઇ જનારા એર ઇન્ડિયા વનના પાયલોટ્સ એર ઇન્ડિયા નહી હોય. આ વિમાનોનાં પાયલોટ્સ બદલવામાં આવતા રહે છે, પરંતુ મેઇન્ટેન્સ ટીમ એર ઇન્ડિયા એન્જીનિયરિંગ સર્વિસ લિ. (LIESL) ની રહેશે. સાથે જ વિમાનની અંદર હાલની જેમ જ એર ઇન્ડિયા ક્રુ જ સર્વિસ આપશે.