રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

  • રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ
    રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના સંકટ પર કહ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીમાં ખાલીપણાના સ્થિતિ છે. તેમનું અધ્યક્ષ પદ છોડવું કોંગ્રેસ માટે મોટી સમસ્યા છે. અમારા નેતાઓ ચાલ્યા ગયા. આ કારણે તેઓ લોકસભાની ચૂંટણીમાં હાર પર મંથન માટે એકજૂટ થઇ શક્યા નહીં. હારના કારણોનું આત્મનિરીક્ષણ કરી શક્યું નહીં. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના જણાવ્યા અનુસાર સલમાન ખુર્શીદે કહ્યું કે, કોંગ્રેસનો સંઘર્ષ એવો છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી જીતવાની સંભાવના ઓછી છે.

 

માત્ર એટલું જ નહીં, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે, આ માત્ર આવનારી વિધાનસભા ચૂંટણીની વાત નથી, પરંતુ કોંગ્રેસ પર સંકટ એવો છે કે, આ સમયે તેઓ તેમના ભવિષ્યને લઇને સુનિશ્ચિત નથી. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, સલમાન ખુર્શીદે કહ્યું કે, કોંગ્રેસથી લોકો એટલા માટે બહાર નિકળી રહ્યાં છે કેમ કે, લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેનાથી બહાર આવવામાં લાંબો સમય લીધો. 23 મેના લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા.