પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ

  • પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ
    પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ

નવી દિલ્હીઃ મોબ લિંચિંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનાર 49 હસ્તિઓને રાહત મળી છે. બિહાર પોપીસે રામચંદ્ર ગુહા, મણિરત્નમ સહિત 49 હસ્તિઓ પર નોંધાયેલ કેસને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફપુરના એસએસપી મનોજ કુમારે આપ્યો છે.  હકીકતમાં, પીએમ મોદીને પત્ર લખનાર 49 અભિનેતાઓ વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, જેણે પીએમ મોદીને મોબ લિંચિંગ પર ચિંતા વ્યક્ત કરતા ખુલ્લો પત્ર લખ્યો હતો. શું છે મામલો? 
વકીલ એસ. કે. ઓઝાએ મુઝફ્ફરપુર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી બાદ આ સેલેબ્રિટીઓ પર પ્રાથમિક તપાસ નોંધાવાનો આદેશ આપવામાં આવ્યો હતો.