પંજાબના સીએમ અમરિંદર સિંહની સ્પષ્ટતા, કરતારપુરના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાન નહીં જાય

  • પંજાબના સીએમ અમરિંદર સિંહની સ્પષ્ટતા, કરતારપુરના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાન નહીં જાય
    પંજાબના સીએમ અમરિંદર સિંહની સ્પષ્ટતા, કરતારપુરના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાન નહીં જાય

ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના(Captain Amrinder Sinh) કાર્યાલય દ્વારા મીડિયામાં આવેલા સમાચારોનું ખંડન કરાયું છે કે, તેઓ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ(Dr. Manmohan Sinh) કરતારપુર સાહિબના (Kartarpur Corridor) ઉદ્ઘાટન સમારોહમાં જશે. કાર્યાલયે જણાવ્યું કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહ કરતારપુર કોરિડોર જનારા પ્રથમ જથ્થામાં જોડાઈને માત્ર કરતારપુર સાહિદ ગુરુદ્વારાના દર્શન કરવા જશે. પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પણ માત્ર પંજાબી જથ્થામાં સામેલ થવાની મંજુરી આપી છે. ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાની કોઈ વાત નથી. 

પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે, "અમરિંદર સિંહે જણાવ્યું છે કે, મારા જવાનો સવાલ જ થતો નથી. મારા મતે ડો. મનમોહન સિંહ પણ નહીં જાય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જવામાં અને કોરિડોર દ્વારા ગુરુદ્વારા જવામાં આકાશ-પાતાળનું અંતર છે. પાકિસ્તાન જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ બંધ કરતું નથી ત્યાં સુધી ત્યાં જવાનો સવાલ જ પેદા થતો નથી."