મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતીશે કર્યા કેસરિયા

  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતીશે કર્યા કેસરિયા
    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતીશે કર્યા કેસરિયા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ પાર્ટીઓમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. અત્યારે રાજ્યમાં ભાજપ-શિવસેનાની સરકાર છે. અત્યાર સુધી અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપ-શિવસેનાનો હાથ પકડી ચૂક્યા છે. હવે તેમાં નવું મોટું નામ ઉમેરાયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેનો પુત્ર નિતીશ રાણે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. રાજ્યના સિંધુદૂર્ગમાં જિલ્લા પ્રમુખ પ્રમોદ જાથરની હાજરીમાં તેણે કેસરિયા કર્યા હતા. 2014માં નિતીશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રમોદ જાથરને હરાવ્યા હતા. 

નિતીશ રાણે કંકાવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપ દ્વારા મંગળવારે 125 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નામ હતું, પરંતુ ટોચના નેતા એકનાથ ખડસે અને વિનોદ તાવડેનું નામ ન હતું. બુધવારે નારાયણ રાણેએ જણાવ્યું કે, ભાજપની બીજી યાદીમાં નિતીશને સ્થાન મળશે અને તે કંકાવલી સીટ પરથી ચૂંટણી લડશે.