'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ

  • 'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ
    'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, ગાંધીજયંતી નિમિત્તે મહાત્મા ગાંધીના અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી.  સાબરમતી આશ્રમની મુલાકાત પુરી થયા પછી તેમણે આશ્રમની બહાર મુકવામાં આવેલી ડાયરીમાં વિશેષ નોંધ લખી હતી. જેમાં તેમણે સાબરમતી આશ્રમને 'સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ' જણાવ્યું હતું.