દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન

 • દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન
  દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશન ની 1/3 રકમ શૌચાલય બનાવવા વાપરી છે.

 • રૂ. 150 ની કિંમતનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો
 • દેશના વિવિધ સ્વચ્છાગ્રહીઓ ને મોદી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. 
 • સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને એવોર્ડ કરાયા એનાયત
 • દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન 
 • સાબરમતીના આ પાવન તટ પરથી ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને નમન પણ કર્યું હતું
 • બાપુની જયંતિનો ઉત્સવ આખી દુનિયા મનાવી રહી છે.
 • સાબરમતી આશ્રમમાં મને અનેકવાર જવાનો અવસર મળ્યો છે. 
 • સાબરમતી આશ્રમમાં મને આજે એક નવી ઉર્જા મળી છે.
 • દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનની શક્તિ સરપંચો અને ગામના લોકો છે. 
 • દેશના તમામ સરપંચો અને સ્વચ્છતાગ્રહમાં જોડાયા છે તેમનો આભાર માન્યો હતો. 
 • બાપુની એક હાંકલ પર દેશ સત્યાગ્રહ તરફ વળ્યો હતો તેમ આજે દેશ સ્વચ્છાતા અભિયાન તરફ વળ્યો છે. 
 • જે લોકો શૌચાલયની વાત કરતા શરમ અનુભવતા હતો તેમણે ખુલીને શૌચાલય અંગે વાત કરી છે. 
 • કોઇ પણ મોટા સન્માન કરતા મને ખુશી ત્યારે મળે છે જ્યારે બાળકીઓને હું શાળાએ જતા જોવ છું
 • મહાત્મા ગાંધીએ સ્વરાજના મૂળમાં દેશને સ્વચ્છ કરવાનું સપનું જોયુ હતું 
 • સ્વચ્છતાને કારણે ગરબોના ઇલાજ પર થતો ખર્ચ હવે ઓછો થયો છે. 
 • આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતાને કારણે રોજગારી મળી છે. 
 • જે લોકો હજી પણ આ અભિયાનથી દૂર છે તે લોકોને આ અભિયાનમાં જોડવાના છે. 
 • સરકારે જળજીવનની વ્યવસ્થા પર 3.50 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું નક્કી કર્યું છે.
 • વર્ષ 2022 સુધીમાં સ્વચ્છતા જ સેવાના માધ્યમથી દેશમાંની પ્રગતિ થશે
 • આજે દેશના કરોડો લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કર્યો છે.
 • બાપુએ ટેકનિકનો ઉપયોગ કરીને લોકોને જીવને સહેલુ કરવાની વાત કરી હતી.
 • અમારી સરકાર પણ દેશા લોકોનું જીવન સહેલુ કરવા પ્રયત્ન કરી રહી છે.
 • બાપુના સપનાઓનું ભારત પોષણ યુક્ત બનશે અને બાપુના સપનાનું ભારત સુરક્ષિત બનશે
 • એક વ્યક્તિએ દેશ માટે એક સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો 
 • સ્વચ્છતા અંગે મળેલી સફળતાએ કોઇ પક્ષ,મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની નથી આ સફળતા 130 કરોડ નાગરિકોની સફળતા છે 

આ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના ખુણે ખુણેથી આવેલા સરપંચોનુ ગાંધીજીની જન્મભૂમી પર સ્વાગત કર્યું હતું. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, તમામ સરપંચોએ ગાંધી આશ્રમ, સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. સાબરમતી નદીનો કિનારો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સાક્ષી પુરાવે છે. ગાંધી બાપુ પણ સાબરમતીના સંત તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા થયા હતા. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને પીએમ મોદીએ અભિયાન બનાવ્યું છે. આઝાદીના સાત દાયકાઓ પછી હાથમાં ઝાડુ લઇને દેશને સ્વચ્છ કરવાનો નિર્ણય કર્યો અને બાપુના સપનાને સાકાર કર્યું હતું.

ભારતના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ધરે ધરે શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત થયો છે. જેનો તમામ શ્રેય ભારતના નાગરિકો અને વડાપ્રધાન મોદીને જાય છે. પ્રજાના સાથ અને સહકાર વિના ગાંધી બાપુનું આ સ્વપ્ન પૂર્ણ ન થાત. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત અગ્રણી રહ્યું છે. ગુજરાત સરકાર ગુજરાતમાં 33.50 લાખ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.