વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી

અમદાવાદ: વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી  ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે. 

એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર સભાને સંબોધન કરી હતી. અને તેમાં કહ્યુ હતું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈષ્ણવ જન ગીત 150 દેશથી વધુ દેશના ગાયકોએ ગાયુ હતું. હાથમાં કાગળ લીધા વિના વૈષ્ણવ જન ગીત ગાતા હતા. અને તેઓ આ ગીતનો અર્થ પણ જાણતા હતા.