ધ્રાંગધ્રા પંથકમાં ભારે વરસાદથી ઉભા પાકને નુકશાનની દહેશત

  • ધ્રાંગધ્રા પંથકમાં ભારે વરસાદથી ઉભા પાકને નુકશાનની દહેશત
    ધ્રાંગધ્રા પંથકમાં ભારે વરસાદથી ઉભા પાકને નુકશાનની દહેશત

ધ્રાંગધ્રા તા.27
ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ શરૂ થતા અનેક ખેડુતો ઉભા પાકને નુકશાનની ભીતીથી ચિંતામાં મૂકાયા હતા.
વરસાદે બીજી ઇનીંગ ગઇકાલથી શરુ કરી હતી જેમા હળવદ, ધ્રાંગધ્રા, પાટડી સહિતના તાલુકાઓમા ઝરમર વરસાદ શરુ થયા બાદ ધીરે-ધીરે ઝડપી પવન સાથે ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ધ્રાગધ્રા પંથક સહિતના રણકાંઠા વિસ્તારમા પ્રથમ વરસાદના પાણી હજુ તો માંડ ઓસયાઁ હતા ત્યાતો એક રાતમા પડી ગયેલા મુશળધાર વરસાદથી રણ ફરી પાછુ દરીયામા પરીવતીઁત થયુ હતુ. જોકે ધ્રાગધ્રા પંથકની આસપાસ વસતા ખેડુતોના પાકને હવે વધુ વરસાદની જરુર ન હોય છતા ચોમાસુ યથાવત રહેતા પાકને નુકશાન થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગઇકાલે આવેલા વરસાદથી ધ્રાગધ્રા પંથકમા અનેક ખેતરોમા પાણી ભરાઇ ગયા છે અને ઉભા પાકને નુકશાન થયુ હોવાની વિગતો પણ મળી હતી. આ તરફ ધ્રાગધ્રા પંથકના નિચાણવાળા વિસ્તારોમા ઢીચણ સમાણા પાણી ભરાઇ ગયા હતા કેટલાક ત્યારે હવે ખેડુતો પણ મેઘરાજાને હવે ખમૈયા કરવા માટે હ્રદયથી પ્રાથઁના કરી રહ્યા છે બીજી તરફ ખેલૈયા માટે નવલા નોરતાને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વરસાદે બીજી ઇનીંગ શરુ કરતા ખેલૈયાઓ પણ મુંઝવણમા મુકાયા છે તેવામા ધ્રાગધ્રા પંથકમા શેરી નોરતાઓની તૈયારી શરુ કરતા જ વરસાદે સમગ્ર આયોજન પર પાણી ફેરવી દીધુ છે.