અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે

  • અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે
    અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચમાં અયોધ્યા કેસની 26 મી દિવસની સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસના સૂચનાઓની પૃષ્ઠભૂમિમાં તમામ પક્ષકારોએ કેસ અંગે તેમની દલીલોની સમયમર્યાદા જણાવી હતી.વકીલ રાજીવ ધવને કહ્યું કે, મુસ્લિમ પક્ષકારોને હાલમાં અને આગામી સપ્તામાં તેમની દલીલો પૂર્ણ કરવાનો સમય લાગશે. હિન્દુ પક્ષકારોએ કહ્યું કે, તેના પર ક્રોસ દલીલ માટે અમને 2 દિવસ લાગશે. ધવને કહ્યું કે, ત્યારબાદ મને પણ 2 દિવસ લાગશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમને લોકોને સમયમર્યાદા આપવામાં આવી છે. જેથી આશા છે કે, 18 ઓક્ટોબર સુધીમાં તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ તેમની દલીલો પૂરી કરશે.

તેના પર સીજેઆઇએ કહ્યું કે, તમામ પક્ષ તેમની દલીલો 18 ઓક્ટબર સુધીમાં પૂરી કરે. તેમણે સંકેત આપ્યો કે, જો સમય ઓછો રહેશે તો આપણે દરરોજના 1 કલાક વધારે અથવા શનિવારે પણ આ મામલે સુનાવણી કરી શકીએ છે. તેમણે કહ્યું કે, આપણે એક સાથે પ્રયત્ન કરવો જોઇએ કે આ સુનાવણી 18 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય. આ રીતે, જો સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે, તો સુપ્રીમ કોર્ટને 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ (સીજેઆઈ) રંજન ગોગોઇ નિવૃત્ત થાય તે પહેલાં પોતાનો ચુકાદો લખવા અને જાહેર કરવા માટે એક મહિનાનો સમય મળશે.