અહો આશ્ચર્યમ...! બોલો, મધ્ય પ્રદેશની આ વ્યક્તિએ 35 વર્ષથી પૈસાને હાથ લગાવ્યો નથી!

  • અહો આશ્ચર્યમ...! બોલો, મધ્ય પ્રદેશની આ વ્યક્તિએ 35 વર્ષથી પૈસાને હાથ લગાવ્યો નથી!
    અહો આશ્ચર્યમ...! બોલો, મધ્ય પ્રદેશની આ વ્યક્તિએ 35 વર્ષથી પૈસાને હાથ લગાવ્યો નથી!

નવી દિલ્હીઃ આજના સમયમાં આપણે પૈસા વગર કોઈ પણ વસ્તુ અંગે વિચારી શક્તા નથી. નાનામાં નાના કામ માટે પણ આપણને પૈસાની જરૂર પડે છે. પૈસો આજના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે. તેમ છતાં મધ્યપ્રદેશના બડવાણીના સેંધવામાં એક વ્યક્તિ એવો છે જેને પૈસા જોઈને ગુસ્સો આવી જાય છે. તેના માટે પૈસા કોઈ મહત્વના નથી. પૈસા જોઈને આ વ્યક્તિને મુંઝવણ ચડી જાય છે. 

35 વર્ષના કમલ નામની આ વ્યક્તિએ પોતાની જિંદગીમાં ક્યારેય પૈસાને હાથ લગાવ્યો નથી. તે જણાવે છે કે, પૈસા જોઈએ જ તેને મુંઝવણ થવા લાગે છે. તેને પૈસા જોવાનું સારું લાગતું નથી. તેણે સ્વીકાર્યું કે, આ કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેમ છતાં તેને પૈસાને સ્પર્શવાનું મન થતું નથી. કમલની પત્નીએ જણાવ્યું કે, તેમનાં લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે પોતે પણ પોતાની પાસે એક પણ પૈસા રાખતી નથી, કેમ કે તેના પતિને ગમતું નથી.