દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ

  • દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ
    દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, આઝાદીને 70 વર્ષ પસાર થઈ ગયા છે, પરંતુ એ કમનસીબી છે કે દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે અને સરકારો તેને રોકવામાં નિષ્ફળ રહી છે. આજે પણ સમાજમાં જાતિગત ભેદભાવ ચાલુ છે. મેન હોલ, નાળા સહિત અન્ય સ્થળોએ સફાઈ કરતા લોકોને માસ્ક ઓક્સિજન સિલિન્ડર ન પહેરવાના કારણે મોતને ભેટી રહ્યા છે. 

સુપ્રીમ કોર્ટે ગટરની સફાઈ કરતા વ્યક્તિઓને સુરક્ષા ન આપવા માટે સરકારી એજન્સીઓને ઠપકો આપ્યો હતો. ન્યાયાધિશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધિશની બેન્ચે સરકારની ટીકા કરતા જણાવ્યું કે, કમનસીબે આઝાદીના 70 વર્ષ પછી પણ સમાજમાં જાતિગત ભેદભાવ ફેલાયેલો છે, જે સૌથી અસભ્ય અને અમાનવીય સ્થિતિ છે.