બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર

  • બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર
    બસ થોડા કલાકોમાં રિલીઝ થશે 'Sye Raa Narasimha Reddy' નું ટ્રેલર

નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી દર્શકોને મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ની આગામી ફિલ્મ ('સઇ રા નરસિમ્હા રેડ્ડી)  (Sye Raa Narasimha Reddy)'નો રાહ જોવાઇ રહી છે. ફિલ્મનો ફર્સ્ટલુક રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર ટ્રેંડમાં આવી ગયો હતો. તો બીજી તરફ હવે ફિલ્મના ટ્રેલર માટે લોકોએ ઉંધી ગણતરી શરૂ કરી દીધી છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.   

ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં મેકર્સે ફિલ્મનું એક દમદાર પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં પુરી સ્ટારકાસ્ટ એકદમ ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરની સાથે જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મના ટ્રેલરનું ભવ્ય લોન્ચ સાંજે 5.31 વાગે કરવામાં આવશે.