દુબઇમાં Dance કરતાં કરતાં શિલ્પા શેટ્ટીએ તોડી પ્લેટ્સ, 'પૈસાની બરબાદી' પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

  • દુબઇમાં Dance કરતાં કરતાં શિલ્પા શેટ્ટીએ તોડી પ્લેટ્સ, 'પૈસાની બરબાદી' પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો
    દુબઇમાં Dance કરતાં કરતાં શિલ્પા શેટ્ટીએ તોડી પ્લેટ્સ, 'પૈસાની બરબાદી' પર લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

નવી દિલ્હી: બોલીવુડની ફિટનેસ ડીવા શિલ્પા શેટ્ટી કુંદ્વા  (Shilpa Shetty Kundra) હાલમાં દુબઇમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. શિલ્પા શેટ્ટી તે સેલીબ્રિટીઝમાંથી એક છે, જે પોતાના વેકેશનથી માંડીને પોતાના સંડે લંચ સુધીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આમ તો શિલ્પા (Shilpa Shetty) નો અંદાજ તેમના ફેન્સને ખાસ પસંદ પડે છે, પરંતુ મંગળવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ખરી ખોટી સાંભળવા મળી રહી છે. જોકે આ વીડિયોમાં શિલ્પા ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયો દુબઇના કોઇ રેસ્ટોરન્ટનો છે, જેમાં કેટલાક ડાન્સર્સ પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ડાન્સર પોતાના ડાન્સ કરી રહ્યા છે, તો ત્યાં બેસેલા લોકો પોતાની પ્લેટ તેમની સામે એટલી જોરથી ફેંકી રહ્યા છે કે પ્લેટ તૂટી રહી છે. ફર્શ પર ઘણી પ્લેટ્સ પણ તૂટેલી જોવા મળી રહી છે. વીડિયોમાં શિલ્પા પણ પ્લેટ તોડતી જોવા મળી રહી છે.