ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ

  • ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ
    ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ

મુંબઈઃ દુનિયાભરના બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ શેરબજારમાં મંગળવારે વેચાવલીનો દોર ચાલ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 642.22 પોઈન્ટ તુટીને 36,481.09ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 185.9 પોઈન્ટ તુટીને 10,817.60 પર બંધ થયો હતો. બપોરે સેન્સેક્સ 704 પોઈન્ટ સુધી તુટીને 36,419.09ના સ્તર સુધી પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ 10,796.50ના સ્તર સુધી નીચે જતો રહ્યો હતો. 

ડોલરની સરખામણીએ રૂપિયો 71.88ના સ્તર પર પહોંચ્યો
સાઉદી અરબમાં ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર થયેલા ડ્રોમ હુમલાના કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડઓઈલના વધી ગયેલા ભાવ, ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો અને અમેરિકાની કેન્દ્રીય બેન્કની બેઠક પહેલા સતર્કતાના કારણે મંગળવારે બજારમાં વેચાવલીને દોર જોવા મળ્યો છે. મંગળવારે સવારથી જ બજાર નીચું ચાલતું હતું. ડોલરની સામે રૂપિયો 71.88ના સ્તરે પહોંચી ગયો છે.