રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલની તારીખ 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ
ગુજરાતીઓ માટે હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ આરસી ફળદૂએ અમદાવાદીઓ સહિત રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે આજે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂએ આજે એક પત્રકાર પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા હતા. નવા મોટર વ્હિકલ એક્ટને લઇને બીજા 15 દિવસ (15 ઓક્ટોબર) સુધી મુદ્દત લંબાવાઇ છે.
નવા 900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હેલ્મેટ, પીયુસી અને લાયસન્સને લઇને 15 દિવસની મુદ્દત લંબાવાઇ છે. મંત્રીએ જણાવ્યું કે, 10 દિવસમાં પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હાલ રાજ્ય સરકારે ટેન્ટર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે.
Top News
