કાશ્મીર અંગે બ્રિટિશ સાંસદનું ભારતને સમર્થન, કહ્યું પહેલા PoK ખાલી કરે પાકિસ્તાન

  • કાશ્મીર અંગે બ્રિટિશ સાંસદનું ભારતને સમર્થન, કહ્યું પહેલા PoK ખાલી કરે પાકિસ્તાન
    કાશ્મીર અંગે બ્રિટિશ સાંસદનું ભારતને સમર્થન, કહ્યું પહેલા PoK ખાલી કરે પાકિસ્તાન

લંડન : બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણનો આકરો વિરોધ કર્યો છે. તેમણે આ મુદ્દે પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને યુએનમાં લઇ જવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને પહેલા પીઓકેને ખાલી કરવું જોઇએ. બોબ બ્લેકમેને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે અને જે લોકો યુએનના સંકલ્પને લાગુ કરવા માટે કહે છે તેમને યુએનનાં પહેલા સંકલ્પને જોવો જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરને ફરી એક કરવા માટે પાકિસ્તાને પહેલા બિનકાયદેસર રીતે કબ્જામાં લીધેલ કાશ્મીરનાં હિસ્સાને છોડવો પડશે. પાકિસ્તાને PoKમાંથી પોતાની સેના હટાવી લેવી જોઇએ.

 

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વલણ અને તેના દ્વારા આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવાનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પહેલા પીઓકેને ખાલી કરવું જોઇએ. બોબ બ્લેકમેને કહ્યું કે, સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું. પાકિસ્તાનને પીઓકેને ખાલી કરવું જોઇએ. તેમણે કહ્યું કે જે લોકો કાશ્મીરમાં યુએન રિવોલ્યુશનનું પાલન કરવાની વાત કરે ચે, તે લોકો યુએનનાં પહેલા રિવોલ્યુશનને નજર અંદાજ કરી રહ્યા છે. યુએનનાં પહેલા રિજોલ્યુશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીઓકે જમ્મુ કાશ્મીરનો હિસ્સો છે અને પીઓકેને જમ્મુ કાશ્મીરમાં મેળવવાં જોઇએ. તેના માટે પાકિસ્તાની સેનાને પીઓકે ખાલી કરવું જોઇએ.