PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ

  • PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ
    PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ

અમદાવાદ: વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનું સોમવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત, મોટાભાગના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે. આવતીકાલ 17 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યાર બાદ કેવડિયામાં નર્મદા નીરના વધામણા કરશે.

‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવનું આયોજન 
ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી વધુ ભરાઇ ગયો છે. જેને લઇને ‘નમામિ દેવી નર્મદે’ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામિ દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.