ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી

  • ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી
    ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી

મુંબઇ : શિવસેના અને ભાજપ વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણી માટે (Maharashtra Assembly Elections 2019) ગઠબંધનની જાહેરાત અત્યાર સુધી નથી થઇ. આ તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Udhav Thackeray) રવિવારે મુંબઇમાં પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓને એકાંતમાં ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. શિવસેનાના સુત્રોએ દાવો કર્યો કે ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુંકે, જો તેઓ એકલા ચૂંટણી લડવાની સ્થિતી પેદા થાય છે તો તેઓ આવી સ્થિતી માટે તૈયાર રહે. જો કે ઠાકરેએ તેમ પણ જણાવ્યું કે, તેઓ એકલા ચૂંટણી લડવાનાં પક્ષમાં નથી.


એક માન્યતા અનુસાર ભાજપે શિવસેનાને 108 સીટો ઓફર કરી છે જેના પર શિવસેના તૈયાર નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે અને ભાજપ બાકીની તમામ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. કેટલીક સીટો એનડીનાં સહયોગી દળોને ફાળવવા અંગે બંન્ને દળ સંમત છે. એવી સ્થિતીમાં શિવસેના સહજ નથી. ભાજપે પહેલા જ તે સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ સત્તામાં પરત ફરશે અને તેમનાં જ નેતૃત્વમાં સરકાર બનશે.