જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !

  • જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !
    જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !

અમદાવાદ : દેશની મોટી પ્રાઇવેટ બેંકો પૈકીની એક ICICI બેંકે પોતાનાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ડિજિટલી લેવડ દેવડ વધે તેવા બહાના હેઠળ જીરો બેલેન્સ એકાઉન્ડ હોલ્ટર્સ પર એવો ચાર્જ લગાવી દીધો છે, જેના કારણે ગ્રાહકોને પરેશાની થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો તમારુ ICICI બેંકમાં જીરો બેલેન્સ એકાઉન્ટ છે તો પછી આગામી દિવસોમાં તમારે બ્રાંચમાંથી કેશ ઉપાડતા સમયે નાણાની ચુકવણી કરવી પડશે. ICICIએ જીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સનાં 16 ઓક્ટોબરથી બેંકનાં કોઇ પણ બ્રાંચમાંથી કેશ ઉપાડવા અંગે 100-125 રૂપિયાનું શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. ગ્રાહકનાં દર નિકાસી પર શુલ્ક ચુકવવું પડશે.   ICICI બેંકના અનુસા રોકડ ઉપાડવા ઉપરાંત જો જીરો બેલેન્સ એકાઉન્ટમાં ગ્રાહક મશીન દ્વારા પૈસા જમા કરે છે. તો તેના માટે પણ શુલ્ક લાગશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ICICI બેંકે શુક્રવારે રાત્રે એક નોટિસ ઇશ્યું કરી છે કે અમે પોતાના ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન ડિજિટલ મોડમાં કરવા માટે ઉત્સાહિત કરે છે.