ઈમરાન બાદ હવે શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- 'યાદ રાખજો...'

  • ઈમરાન બાદ હવે શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- 'યાદ રાખજો...'
    ઈમરાન બાદ હવે શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- 'યાદ રાખજો...'

વી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યાં છે. હવે તેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે અને તે છે ક્રિકેટર શાહિદ આફ્રિદી(Shahid Afridi). શુક્રવારે ઈમરાન ખાને પીઓકેના મુઝફ્ફરાબાદમાં રેલીને સંબોધિત કરીને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં. ઈમરાન ખાનના સૂરમાં સૂર મિલાવતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે વાત કાશ્મીરની નથી માણસાઈની છે.    જ્યારેથી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાન અકળાયું છે. પીએમ મોદીના આ સાહસિક પગલાથી પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. ઈમરાન ખાન દુનિયાભરમાં ઢંઢેરો પીટીને હવે થાકી ગયા હોય તેવું લાગે છે. તેમણે હવે પોતાના જ દેશમાં આવા ઝેરીલા ભાષણો આપવાનું શરૂ કરી દીધુ છે. ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં રેલી યોજી. આ રેલીમાં કાશ્મીરમાં માણસાઈના નામે રોદણા રડ્યાં.