UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે

  • UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે
    UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે

જીનિવા : પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના (UNHRC) 42મા સત્રને કાશ્મીર મુદ્દે અખાડો બનાવવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેઓ ભારતીય રાજદ્વારીઓના અકાટ્ય તર્કોનાં કારણે ભોંઠુ પડવું પડી રહ્યું છે. વિદેશ મંત્રાલયમાં પૂર્વી મુદ્દાઓના સચિવ વિજય ઠાકુર સિંહ બાદ હવે યુએનએચઆરસીમાં ભારતના સેકન્ડ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનને તેના ઘરથી ચાલી રહેલા દમનચક્રની યાદ તાજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને યુએનએચઆરસીમાં ભારત પર માનવાધિકારના ગંભીર આરોપ લગાવ્યા છે.


પોતાની થાળીની માખીઓ ઉડાડે પાકિસ્તાન
પાકિસ્તાનના નિવેદનના જવાબમાં કુમમ દેવીએ કહ્યું કે, તેમાં કોઇ જ શંકા નથી કે પાકિસ્તાન ખોટા તથ્યો અને નિવેદનો આપી રહ્યું છે. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાનાં દેશનાં લોકોનાં પલાયન અને એકસ્ટ્રા જ્યુડિશયલ કીલંગ મુદ્દા પર ધ્યાન આપે જે લાખોમાં છે. ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ખેબર પખ્તુનખા, બલૂચિસ્તાન અને સિંઘમાં આ પ્રવૃતી મોટા પાયે ચાલી રહી છે.