પ્રો કબડ્ડીઃ ગુજરાતનો વધુ એક પરાજય, પુનેરી પલટને 43-33થી હરાવ્યું

  • પ્રો કબડ્ડીઃ ગુજરાતનો વધુ એક પરાજય, પુનેરી પલટને 43-33થી હરાવ્યું
    પ્રો કબડ્ડીઃ ગુજરાતનો વધુ એક પરાજય, પુનેરી પલટને 43-33થી હરાવ્યું

પુણે લેગના પ્રથમ દિવસે પ્રો કબડ્ડી 2019ની 89મી મેચમાં યજમાન પુનેરી પલટને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 43-33થી હરાવીને હોમ લેગની શાનદાર શરૂઆત કરી છે. જીતની મદદથી પુનેરી પલટન પોઈન્ટ ટેબલમાં 34 પોઈન્ટની સાથે નવમા સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાતની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે.  પુનેરી પલટનના ડિફેન્સે આજે શાનદાર પ્રદર્શન કર્યું અને બાલાસાહબ જાધવ તથા કેપ્ટન સુરજીત સિંહે હાઈ 5 પૂરા કરતા 5-5 પોઈન્ટ મેળવ્યા હતા. આ સિવાય રેડિંગમાં નીતિન તોમરે સૌથી વધુ  11 પોઈન્ટ હાસિલ કર્યાં અને સુપર 10 પૂરુ કર્યું હતું.  પ્રથમ હાફ બાદ પુનેરી પલટનની ટીમ 24-10થી આગળ હતી અને ગુજરાતની ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. પ્રથમ હાફમાં ગુજરાતની ટીમ એક વખત ઓલઆઉટ થઈ અને પુનેરીની ટીમ લીડ મેળવવામાં સફળ રહી હતી. પ્રથમ હાફમાં પુનેરી પલટનના ડિફેન્સ અને રેડિંગ બંન્નેએ સારૂ પ્રદર્શન કર્યું અને ગુજરાતને વધુ પોઈન્ટ લેતા રોક્યું હતું.