પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી

  • પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી
    પંત જેવા યુવા યોગ્ય, પરંતુ ધોની હંમેશા ટીમ માટે મહત્વપૂર્ણ રહેશેઃ કોહલી

ધર્મશાળાઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, એમએસ ધોની હંમેશા ભારતીય ક્રિકેટના હિતને મગજમાં રાખ્યું છે અને જ્યાં સુધી તેના આંતરરાષ્ટ્રીય ભવિષ્યનો સંબંધ છે તો ટીમ મેનેજમેન્ટ અને તેનો અભિપ્રાય સમાન જ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પૂર્વ સંધ્યા પર કોહલીએ સ્વીકાર્યું કે, 38 વર્ષીય ધોની જ્યાં સુધી રમવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ટીમ માટે 'મહત્વપૂર્ણ' બન્યો રહેશે, ભલે ટીમ મેનેજમેન્ટ રિષભ પંત જેવા યુવાઓને તૈયાર કરતું રહે.  કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે મહાન ખેલાડી આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વિશ્વ ટી20ની યોજનાઓમાં સામેલ છે તો તેણે કહ્યું, (ધોની) તેના વિશે એક શાનદાર વસ્તુ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ ટીમ વિશે વિચારે છે. અને અમે (ટીમ મેનેજમેન્ટ) જે પણ વિચારીએ, તેનો અભિપ્રાય એજ રહે છે. અમારા વચ્ચે સહમતી રહે છે. તે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેને તક આપવા વિશે વિચારે છે અને અમે પણ આવું જ વિચારીએ છીએ.  ક્ષમતા પર ન ઉઠવા જોઈએ સવાલ
ધોનીએ ક્રિકેટમાથી બે મહિનાનો બ્રેક લીધો છે અને તે રવિવારથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં નથી. કોહલીએ ધોનીની આલોચકોને ખોટા સાબિત કરવાની ક્ષણતા વિશે જણાવતા કહ્યું, 'જુઓ, તમને આ પસંદ હોય કે ન હોય, અનુભવ હંમેશા મહત્વ ધરાવે છે. મારો અર્થ છે કે આવુ ઘણીવારથયું છે કે લોકોએ ખેલાડીઓ પાસે આશા બંધ કરી દીધી હોય અને તે ખેલાડીઓએ લોકોને ખોટા સાબિત કર્યાં છે.'