રોહિત ટેસ્ટમાં અવિશ્વસનીય લક્ષ્યને હાસિલ કરવામાં મદદ કરી શકે છેઃ બાંગર

  • રોહિત ટેસ્ટમાં અવિશ્વસનીય લક્ષ્યને હાસિલ કરવામાં મદદ કરી શકે છેઃ બાંગર
    રોહિત ટેસ્ટમાં અવિશ્વસનીય લક્ષ્યને હાસિલ કરવામાં મદદ કરી શકે છેઃ બાંગર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું (Sanjay Bangar) માનવું છે કે રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટમાં (Test Cricket) ઉપરના ક્રમમાં રમતા જો ટકી જાય તો ભારતીય ટીમ તે લક્ષ્ય પણ હાસિલ કરી શકે છે જે અત્યાર સુધી તેની પહોંચથી બહાર રહ્યો છે. સીમિત ઓવરોમાં ભારત તરફથી નિયમિત રીતે ઓપનિંગ કરનાર રોહિતને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.  રોહિતને તક રાહુલની નિષ્ફળતા બાદ મળી છે. વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ સંજય બાંગરના હવાલાથી લખ્યું છે, 'આ સમયે ટેસ્ટમાં મધ્યમક્રમ સ્થિર છે અને ત્યાં કોઈ જગ્યા નથી. ઓપનિંગ બેટિંગ તેના માટે નવો પડકાર હશે, પરંતુ તેને નવા બોલથી ત્યારે રમવાની કર મળશે જ્યારે ગેપ ઘણા હશે. તેણે પોતાની બેટિંગની રાહ જોવી પડશે નહીં, જેથી તે પોતાની માનસિક ઉર્જા બચાવી શકશે.' સંજય બાંગરે કહ્યું, 'જો તે સફળ થાય છે તો તેની જે રમવાની શૈલી છે તે તેને ખુબ મદદરૂપ થશે. તેનાથી બની શકે કે ટીમ તે લક્ષ્ય પણ હાસિલ કરી લે જે અત્યાર સુધી તેની પહોંચથી દૂર છે, જેમ કે ભૂતકાળમાં કેપટાઉન કે એઝબેસ્ટનમાં થયું હતું.'