ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, બૅટ્સમેને 7 બોલમાં 7 સિક્સર ફટકારી

  • ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, બૅટ્સમેને 7 બોલમાં 7 સિક્સર ફટકારી
    ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, બૅટ્સમેને 7 બોલમાં 7 સિક્સર ફટકારી


ક્રિકેટમાં સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ તો ઘણી વખત જોવા મળી છે પણ બાંગ્લાદેશ (Bangladesh) માં ત્રણ દેશોની ટી-20 શ્રેણી દરમિયાન શનિવારે અફઘાનિસ્તાનના (Afghanistan) મોહમ્મદ નબી (Mohammad Nabi) અને નજીબુલ્લાહ જાદરાને (Najibullah Zadran)એક ખાસ સિદ્ધિ મેળવી છે. આ બંનેએ ઝિમ્બાબ્વે (Zimbabwe) સામે ટી-20 મુકાબલામાં 7 બોલમાં 7 સિક્સર (7 sixes in 7 Balls)ફટકારી હતી. નબીએ તેંદઈ ચટારાના બોલ પર 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. આ સિલસિલો મોદવિજાના વાઇડ બોલ પર અટક્યો હતો. આ પછીના બોલ પર નજીબુલ્લાહે 4 રન ફટકાર્યા હતા. નબી અને જાદરાને મળીને 8 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત 7 બોલમાં 7 સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે. નબી અને નજીબુલ્લાહે 40 બોલમાં બનાવ્યા 107 રન
નબીએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે નજીબુલ્લાહે 30 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. બંને પિચ પર આવ્યા ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર 13.2 ઓવરમાં 4 વિકેટે 90 રન હતો. આ પછી બંનેએ આગામી 40 બોલમાં 107 રન બનાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પાંચમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે. રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક (119 રન)ના નામે છે.