અમદાવાદના રસ્તાઓની હાલત જોઈ ભાજપના આઈ.કે.જાડેજાએ અધિકારીઓને Tweeter પર કહ્યું, ‘શું તમે ચાલશો…?’

  • અમદાવાદના રસ્તાઓની હાલત જોઈ ભાજપના આઈ.કે.જાડેજાએ અધિકારીઓને Tweeter પર કહ્યું, ‘શું તમે ચાલશો…?’
    અમદાવાદના રસ્તાઓની હાલત જોઈ ભાજપના આઈ.કે.જાડેજાએ અધિકારીઓને Tweeter પર કહ્યું, ‘શું તમે ચાલશો…?’

અમદાવાદ ખાડાબાદ બની ગયું છે, તે વાત ભાજપના જ વરિષ્ઠ નેતા આઈકે જાડેજાએ કહ્યાં છે. આઈકે જાડેજાએ ટ્વિટ કરી બોપલના રોડને લઈને ઔડાના અધિકારીઓ સામે જ સવાલો ઉઠાવ્યાં છે. આમ તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. કોર્પોરશને અને ઔડા તંત્ર નિંદ્રાધીન છે. ત્યારે ભાજપના જ નેતાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

Tweetમાં શું કહ્યું ?

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું કે અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શું ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે ? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી ઉપસ્થિત નથી થતી ? રોડ રસ્તાની કામગીરીને લઈ ભાજપના જ નેતાએ ઉઠાવેલા સવાલોથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.