સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી

  • સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી
    સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી

નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.96 મીટર પહોંચી ગયો છે. જ્યારે ડેમ ભરાવવામાં માત્ર 70 સેમી જ બાકી રહ્યું છે. ડેમ પાણીથી છલોછલ ભરાયો હોવાથી ગમે ત્યારે તે ઓવરફ્લો થઇ શકે છે. સૌપ્રથમવાર સરદાર સરોવર ડેમ ભરાયો હોવાથી 17 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વાર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપશે.

 

સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠા વિસ્તારના 175 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં સરદાર સરોવરનું લોકાર્પણ કર્યુ હતું. આગામી 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે.