પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર ડાયવર્ઝન સ્થળે કાદવ-કીચડનું સામ્રાજયથી હાલાકી

  • પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર ડાયવર્ઝન સ્થળે કાદવ-કીચડનું સામ્રાજયથી હાલાકી
    પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર ડાયવર્ઝન સ્થળે કાદવ-કીચડનું સામ્રાજયથી હાલાકી

પોરબંદર તા 10
દ્વારકા-પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવેને ફોરટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં ડાયવર્ઝન સ્થળે કાદવ-કીચડનું સામ્રૅાજય હોવાથી અને બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
બળેજના અગ્રણી લીલાભાઇ પરમારે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરથી ગડુ સુધીના નેશનલ હાઇવેમાં પોરબંદર તાલુકાના રાતિયા થી બળેજ સુધીના ડાયવર્ઝન રસ્તા ઉપર મસમોટા ખાડાને કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં પરંતુ કીચડનું સામ્રાજય છવાઇ ગયું છે તેથી ટુવ્હીલર ચાલકો સાથે પણ અકસ્માત અને બાઇક સ્લીપનો ભય રહે છે જેથી કોન્ટ્રાકટરોએ તેનું વ્યવસ્થિત કામ હાથ ધરવું જોઇએ તેવી રજુઆત થઇ છે.