છાંયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા

  • છાંયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા
    છાંયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા

પોરબંદર તા 10
પોરબંદર ભાજપની વિચારધારા સાથે જોડાયેલા લોકોને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ આવકાર આપ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરીત થઈ છાંયા વિસ્તારના દલિત સમાજના અગ્રણી દિનેશભાઈ ચુડાસમા તથા તેમની ટીમ અજુભાઈ શીંગરખીયા, મગનભાઈ મકવાણા, ધનસુખભાઈ શીંગરખીયા, કિરીટભાઈ શીંગરખીયા, ભરતભાઈ ચાનપા, પુંજાભાઈ શીંગરખીયા, હિતેષભાઈ ચાનપા, રાજશીભાઈ શીંગરખીયા, ખોડાભાઈ શીંગરખીયા, ઈબ્રાહીમભાઈ વગેરે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને સમાજ તથા દેશના વિકાસનો સંકલ્પ કરેલો છે. આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, છાંયા શહેર મંડળના પ્રમુખ શૈલેષભાઈ જોષી, કિરીટભાઈ મોઢવાડીયા, જીવાભાઈ ભુતિયા, ભીખુભાઈ ગોસ્વામી, મુકેશભાઈ ઠકરાર, અનિલભાઈ ઓડેદરા તથા કેતનભાઈ દાણીએ આ ટીમને ભાજપમાં પ્રવેશ કરાવી અને આવકાર્યા હતા અને ભાજપ સર્વ સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેવો સંકલ્પ કર્યો હતો.