રાજકોટ સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલ પસંદ કરવા સર્ચ કમિટિના ચેરપર્સન તરીકે ડો. જોષીપુરાની નિયુક્તિ

  • રાજકોટ  સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલ પસંદ કરવા સર્ચ કમિટિના ચેરપર્સન તરીકે ડો. જોષીપુરાની નિયુક્તિ
    રાજકોટ સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલ પસંદ કરવા સર્ચ કમિટિના ચેરપર્સન તરીકે ડો. જોષીપુરાની નિયુક્તિ

રાજકોટ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ફરીયાદ માટે લોકપાલની નિયુક્તિ કરવા માટે ઇશ્યુ કરેલા પરિપત્ર બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલની નિમણુંક અંગે સર્ચ કમિટિની રચના કરવામાં આવી છે.
જેના ચેરપર્સન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપુરાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આ કમીટીના સભ્યપદે હિમાંશુ પંડ્યા (કુલપતિ ગુજરાત યુનિ.) તેમજ ગણપત યુનિવર્સિટીના કુલપતિ અને હાયર એજ્યકેશન સ્ટેટ કાઉન્સીલના ચેરપર્સનનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવને જવાબદારી સોંપવામાં આવી છે.
લોકપાલ તરીકે ઓળખાતી આ જગ્યા માટે ચેરપર્સન ડો. કમલેશ જોષીપુરાની આગેવાની હેઠળની આ કમિટીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઠરાવેલી લાયકાત ધરાવતા ત્રણ ઉમેદવારના નામની પેનલ રાજ્ય સરકારને મોકલી આપવાની રહેશે. રાજ્યદીઠ એક લોકપાલ રહેશે.