ઉપલેટામાં મહારકતદાન કેમ્પ સંપન્ન

  • ઉપલેટામાં મહારકતદાન કેમ્પ સંપન્ન
    ઉપલેટામાં મહારકતદાન કેમ્પ સંપન્ન

ઉપલેટા તા.10
સૌરાષ્ટ્રના ખેડૂતોના સાચા હામી સહકારી ક્ષેત્રના ભિષ્મપિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી આપવા તેમની સ્મૃતિમાં રવિવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી અહિંના સેવાભાવી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લેઉઆ પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટી મૌન પાડી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ ત્યારબાદ દિપપ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ જેમાં 250 લોકોએ રકતદાન કરેલ હતુ જેમાં પોરબંદરની આશા બ્લડ બેંકે સહયોગ આપેલ હતો.
આ કાર્યક્રમમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, જિલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જિલ્લા બેંકના ડીરકેટર હરિભાઈ ઠુંમર (ભોલ), તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, ન.પા.ના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજાભાઈ સુવા, તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઈ હુંબલ, સહિત જિલ્લા તાલુકા અને ગ્રામપંચાયતના સદસ્યો, સરંપચો, સહકારી મંડળીના પ્રમુખો હોદેદારો યુવાનો ભાઈ બહેનો કાર્યકરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઉતમભાઈ ઠુંમરના માર્ગદર્શન નીચે સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.