સોમનાથમાં જીલ્લા લોક વિજ્ઞાન દ્વારા નેશનલ આઈ.ટી.કવીઝ યોજાઈ

  • સોમનાથમાં જીલ્લા લોક વિજ્ઞાન દ્વારા નેશનલ આઈ.ટી.કવીઝ યોજાઈ
    સોમનાથમાં જીલ્લા લોક વિજ્ઞાન દ્વારા નેશનલ આઈ.ટી.કવીઝ યોજાઈ

પ્રભાસપાટણ, તા. 10
સોમનાથ ખાતે સ્વામીનારાયણ ગુરૂકુળમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોના બાળકોનુ ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી સંબંધન જ્ઞાનને બહાર લાવવાનાં હેતુથી ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને કર્ણાટક રાજયનાં વિજ્ઞાન બાયોટેકનોલોજી વિભાગના સંયુકત ઉપક્રમે દેશભરમાં ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈટી કિવઝ 2019 નું આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન વિપુલભાઈ ઠુંમર (પ્રમુખ લે.પ.સ.વેરાવળ) હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવેલ. વિ.જી.કોટડીયા દ્વારા સ્વાગત પ્રવચન કરેલ તેમજ રૂરલ આઈટી કિવઝ સ્પર્ધાનુ એન્કરીંગ પ્રતિકભાઈ ધારેસા દ્વારા કરવામાં આવેલ આ સ્પર્ધામાં જીલ્લાભરમાંથી 34 જેટલી શાખાઓના ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓની કુલ 68 ટીમમાં 136 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમા 10 ટીમના વિદ્યાર્થીઓ ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા 17 સપ્ટે. યોજાનાર સ્ટેટ લેવલની કિવઝમાં ભાગ લેવા જશે જે ગીર-સોમનાથ જીલ્લાનું પ્રતિનિત્વ કરશે તેમજ જીલ્લા કક્ષાએ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો તેમજ પ્રથમ ત્રણ નંબરને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ રાજય કક્ષાએ જનાર તમામ ટીમને લોક વિજ્ઞાન કેન્દ્રનાં ચેરમેન શા.સ્વ.ભકિતપ્રસાદાસજી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રનાં કો.ઓર્ડિવર નરેશભાઈ એન.ગુંદરણીયા દ્વારા કરવામાં આવેલ.